મારુ બાળપણ
મારૂ બાળપણ
"બાળપણ જન્મથી માંડીને કિશોરાવસ્થા સુધીના આયુષ્યકાળને કહેવામાં આવે છે "
બાળપણમાં હું ખૂબ જ શાંત સવ્ભાવ ની હતી. મારી મમ્મીના કહેવા મુજબ હું જન્મથી જ ખૂબ જ હતી. મમ્મીને વધારે હેરાન પણ કરતી ન હતી. મારા જન્મના એક દોળ વર્ષ પછી જ્યારે મારી મમ્મીના પેટમાં મારો નાનો ભાઈ હતો ત્યારથી જ હું મારી મોટી બેન સાથે જ રહેતી હતી. મારી મોટી બેન મમ્મી જેવા જ છે.એમને આજે પણ હું માનું જ સ્થાન મારા દિલમાં આપું છું.બે વર્ષ પછી મારા નાનાભાઇ ના જન્મ વખતે જ્યારે મારી મમ્મીની પ્રસૂતિ થતી હતી અને તે સમયે મારી મમ્મી ની પ્રસૂતિ ઘરે જ થઈ હતી .તે દિવસે હું એટલી બધી રડતી હતી ક કોઈ ના ચૂપ કરવાથી પણ ચૂપ ન થતી હતી. મારી મમ્મીની પ્રસૂતિ બાદ હું એમના થી જ સાંત થઈ હતી એવૂ મારા વડીલ મને કહેતા હતા.
હું જ્યારે ત્રણ વર્ષની હતી ત્યારે એક દિવસ સાંજના સમયે અમારા ઘરે સ્ટવ પર ચા મૂકેલી હતી. મમ્મી ચા મૂકીને ઘરની બહાર કઇંક કામ માટે બહાર જતાં રહ્યા હતા. ઘરમાં બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. હું રમતા રમતા ચા મૂકેલી સ્ટવની ત્યાં જતી રહી હતી. કોઈનું જ ધ્યાન મારા પર ન હતું. હું ચા મૂકેલી તપેલીને પકડવા ગઈ એટલા માં મને ગરમ લગતા હું પાછળ ખસવા ગઈ એટલામાં મારો હાથ તપેલીને અડતા તપેલી ખસી જતાં તપેલીમાની ચા મારા હાથ પર રેડાઈ ગઈ હતી. મારો હાથ ગરમ ચા ના લીધે ખૂબ જ ધઝાઈ ગયો હતો. તે સમયે મને ખૂબ જ તકલીફ વેઠવી પડી હતી. મારા હાથને સુધરતા ઘણો સમય લાગ્યો હતો. તે ધઝાયેલની નિશાની આજે પણ મારા હાથ પર છે.
હું ચાર પાંચ વર્ષની થઈ પછી મારા મામાના ઘરે રમવા જતી હતી. મારી મમ્મીનું પિયર ગામમાં જ હોવાથી મારા બધા મામા ગામમાં જ રહેતા હતા. હું દરરોજ એમના ઘરે એમના છોકરાઓ સાથે રમવા જતી હતી.આખો દિવસ એમના ત્યાં રહેતી હતી. વાહિદા, મનીષા ,મહેશ ,રાહુલ અને હું અમે બધા જોડે જ રહેતા હતા. આખો દિવસ કઇં ને કઈક રમ્યા જ કરતાં હતા. એક દિવસે મામા મામી ઘરે ન હતા તે દિવસે અમે બધા રમતા હતા તેટલામાં વાહિદા માટલાંમાથી પાણી પીવા ગઈ હતી. એના થી પાણી નિકળ્યું ન હતું તેથી એને માટલું વાંકું કરવા ગઈ અને જેવુ વાંકું કરું એ માટલું એના મોં પર જ પયડું હતું. વાહિદાના ગાલ પર વાગ્યું હતું. એનો આખો ગાલ ચિરાય ગયો હતો. ઘણું બધુ લોહી નિકયળૂ હતું. આજુ બાજુના બધા આવી ને હોસ્પિટલે લઈ ગયા હતા. તે દિવસે હું એટલી બધી ગભરાઈ ગઈ હતી કે દિવસથી હું ત્યાં રમવા જવાનું જ બંદ કરી દીધું હતું. પછી હું ઘરે જ ફળિયાના છોકરાઓ સાથે રમવા જતી હતી.
Osm,, 👌
ReplyDelete